GALL STONE

પિત્તાશય ની પથરી

પિત્તાશય ની પથરી શું છે ?

પિત્તાશય માં પથરી પિત્ત ના સંગ્રહ ને લીધે બને છે. પથરી પિત્ત ની નળી માં પાસ થાય અથવા ચેપ લાગે ત્યારે તકલીફ કરે છે.

પથરી ના લક્ષણો

  • પિત્તાશય ની પથરી મોટા ભાગે કોઈ પણ તકલીફ વગર પડી રહે છે. પથરી જો પિત્ત ની નળી માં ફસાય અથવા ચેપ લાગે તો બધી તકલીફ કરે છે.
  • પેટ માં જમણી બાજુ દુખવું
  • પાછળ ની બાજુ દુખાવો ફરકવો
  • ઉલ્ટી અને ગેસ થવો
  • પિત્ત ની નળી માં અટકાવ હોય તો કમળો પણ થઇ શકે છે.

પથરી થવાના પરિબળો

  • સ્ત્રી માં 40 વર્ષ પછી
  • ઓબેસિટી અથવા
  • મેદસ્વિતા
  • આરામદાયી દિનચર્યા
  • ગર્ભાવસ્થા દરમિયાન
  • ખોરાક માં ચરબી નું વધારે પ્રમાણ
  • રેસાવાળો ઓછો ખોરાક
  • ડાયાબિટીસ
  • ઝડપથી વજન માં ઘટાડો થવો
  • કેટલીક દવાઓ
  • લીવર ના રોગો

પિત્તાશય ની પથરી થી થતા રોગો

  • પિત્તાશય પર સોજો
  • પિત્ત ની નળી માં અટકાવ – કમળો , ચેપ
  • સ્વાદુપિંડ પર સોજો
  • પિત્તાશય નું કેન્સર

રોગ ની તપાસ

  • પિત્તાશય માટે – સોનોગ્રાફી અને સીટી સ્કેન
  • પિત્ત ની નળી માટે- HIDA , MRCP , ERCP
  • લોહિની તપાસ – ચેપ, કમળો અને સ્વાદુપિંડ ના સોજા માટે

સારવાર

પથરી ને લીધે થતી તકલીફ ના લક્ષણો અને તપાસ ના રિપોર્ટ પરથી તેની સારવાર ની જરૂર છે તે ડૉક્ટર નક્કી કરે છે.

  • પિત્તાશય કાઢી નાખવાની સર્જરી – પિત્તાશય કાઢી નાખ્યા પછી પિત્ત સીધું આંતરડા માં જાય છે અને સંગ્રહ થતું નથી.
  • પથરી ઓગાળવાની દવાઓ – લાંબા સમય માટે દવા લેવાથી પથરી ઓગાળી શકે છે, પરંતુ દવા બંધ કરવાથી તે ફરીથી થઇ શકે છે.

Monday – Saturday 

Morning10:00 AM – 12:00 PM

Evening04:00 PM – 07:00 PM