GALL STONE

પિત્તાશય ની પથરી

પિત્તાશય ની પથરી શું છે ?

પિત્તાશય માં પથરી પિત્ત ના સંગ્રહ ને લીધે બને છે. પથરી પિત્ત ની નળી માં પાસ થાય અથવા ચેપ લાગે ત્યારે તકલીફ કરે છે.

પથરી ના લક્ષણો

  • પિત્તાશય ની પથરી મોટા ભાગે કોઈ પણ તકલીફ વગર પડી રહે છે. પથરી જો પિત્ત ની નળી માં ફસાય અથવા ચેપ લાગે તો બધી તકલીફ કરે છે.
  • પેટ માં જમણી બાજુ દુખવું
  • પાછળ ની બાજુ દુખાવો ફરકવો
  • ઉલ્ટી અને ગેસ થવો
  • પિત્ત ની નળી માં અટકાવ હોય તો કમળો પણ થઇ શકે છે.

પથરી થવાના પરિબળો

  • સ્ત્રી માં 40 વર્ષ પછી
  • ઓબેસિટી અથવા
  • મેદસ્વિતા
  • આરામદાયી દિનચર્યા
  • ગર્ભાવસ્થા દરમિયાન
  • ખોરાક માં ચરબી નું વધારે પ્રમાણ
  • રેસાવાળો ઓછો ખોરાક
  • ડાયાબિટીસ
  • ઝડપથી વજન માં ઘટાડો થવો
  • કેટલીક દવાઓ
  • લીવર ના રોગો

પિત્તાશય ની પથરી થી થતા રોગો

  • પિત્તાશય પર સોજો
  • પિત્ત ની નળી માં અટકાવ – કમળો , ચેપ
  • સ્વાદુપિંડ પર સોજો
  • પિત્તાશય નું કેન્સર

રોગ ની તપાસ

  • પિત્તાશય માટે સોનોગ્રાફી અને સીટી સ્કેન
  • પિત્ત ની નળી માટે- HIDA , MRCP , ERCP
  • લોહિની તપાસ ચેપ, કમળો અને સ્વાદુપિંડ ના સોજા માટે

સારવાર

પથરી ને લીધે થતી તકલીફ ના લક્ષણો અને તપાસ ના રિપોર્ટ પરથી તેની સારવાર ની જરૂર છે તે ડૉક્ટર નક્કી કરે છે.

  • પિત્તાશય કાઢી નાખવાની સર્જરી પિત્તાશય કાઢી નાખ્યા પછી પિત્ત સીધું આંતરડા માં જાય છે અને સંગ્રહ થતું નથી.
  • પથરી ઓગાળવાની દવાઓ – લાંબા સમય માટે દવા લેવાથી પથરી ઓગાળી શકે છે, પરંતુ દવા બંધ કરવાથી તે ફરીથી થઇ શકે છે.

Monday – Saturday 

Morning10:00 AM – 12:00 PM

Evening04:00 PM – 07:00 PM